Maharathi - Wanted!


Maharathi-wanted



એક રવિવાર પહેલા...સ્વરૂપજીએ ભેટ કરેલ ડીવીડી પર પરેશ રાવલની મહારથી જોઈ!
અને આ ગયા રવિવારે સ્ટાર  પ્લસ પર સલમાન ખાનની વોન્ટેડ જોઈ( સલામન અને એક્શન ફિલ્મ બંને મને બહુ પસંદ નથી આવતા તોય બંનેના કોમ્બીનેશન વાળી ફિલ્મ પૂરી જોઈ!-કેમ ?!)
પહેલા મહારથી-
પરેશજી ને પહેલીવાર આટલો યુવાન રોલ કરતા જોયા....ફિલ્મનું શીર્ષક બીજા કારણથી મહારથી હતું પણ તેમાં અભિનયના આજના યુગના જેટલા મહારથી કહેવાય તે બધા હાજર હતા...અભિનય બાબતે મને કોઈ ફરિયાદ નથી!
મને ફિલ્મ બહુ ગમી...(કેમ?) તેના ઘણા કારણો છે...અને જો તમને ગુજરાતી નાટકો જોવા ગમતા હશે તો તમને પણ મહારથી ગમશે...પણ મારા મનમાં ...વોન્ટેડ જોયા પછી..જે પ્રશ્ન ઉદભવ્યો તે...
એક પોલીસ ઓફિસર...પ્રમાણિક....ગેંગસ્ટર ના  ગ્રુપમાં રહી તે ગેંગ ને ખતમ કરે છે...સત્યમેવ જયતે!
ફિલ્મ પૂરી...બોલો શું વાર્તા છે!
કેટલી ફિલ્મો આ વિષયને લગતી આવી ગઈ?
અને હવે મહારથી ની વારતા ....હું ધારું તો પણ અહીં લખી ના શકું...તેટલી...સુંદર ને રસપ્રદ વળાંકો...(yes, કહાનીમે ટ્વિસ્ટ વાળી!)
તોય વોન્ટેડથી અડધી લોકપ્રિયતા ના મળી કેમ?
બંને વચ્ચે જે ફરક હતો તે સ્ક્રીપ્ટ
વોન્ટેડ Perfect સ્ક્રીપ્ટ નું ઉદાહરણ ....
જેનું એક એક દ્રશ્ય પહેલા ડાયરેક્ટર ના મનમાં ભજવાયું પછી...ઓન સ્ક્રીન આવ્યું હોય તેવું લાગ્યું...જયારે...મહારથીના બધા મહારથીઓને તે ફિલ્મના ડાયરેક્ટર લઈને ડૂબ્યા...
તો મારા ખ્યાલથી સૌથી મોટા મહારથી તો તેના ડાયરેક્ટર!
તારા શર્મા કરતાય માસ્ટર સ્ટ્રોક તો તેમનો જ હતો!
પણ ખેર તેમને આવા પેચીદા વિષય પર ડાયરેકશન નું બીડું ઝડપવા બદલ અભિનંદન!

1 comments:

યશવંત ઠક્કર said...

"મહારથી" નાટક મને ગમેલું. વોન્ટેડ ફિલ્મ જોઈ નથી.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments