કોંગ્રેસ કા હાથ શરદ પાવર કે સાથ!


શું આને કહેવાય આમ આદમીની સરકાર?
છેલ્લા એક વર્ષમાં વધેલી મોઘવારી શું છે?
રસોડાની એક પણ વસ્તુ...(સિવાય કે તેમાં જમવા બેસનારા) એવી નથી કે જેની કિંમતમાં ૨૦% થી ઓછો વધારો થયો હોય!
તે શરદ પવારને કે મનમોહનજી કૌસમાં સોનાયાજી! ને  નહિ  ખબર પડી હોય પણ....જેના નામથી વોટ માંગવામાં આવ્યા તે બધા આમ આદમીને તો ખબર ખબર પડી ગઈ!
હું બહુ મોટો અર્થશાસ્ત્રી તો નથી પણ મને જે રીત સમજાઈ તે જણાવું....
મને ખબર પડે કે મારે મારા ઘરમાં આ વખતે તુવેરદળની જરૂર પડશે અને તે મારા ખેતરમાં ઉત્પન્ન થશે તેનાથી વધારેની જરૂર પડવાની છે!
હવે એ વાત નક્કી કે મારે મારા પડોશી પાસેથી ખરીદવાની છે...તો હું શું કરું?
તેની પાસે જઈ પહેલા ભાવ પુછું કે પછી...કે તેની પહેલેથી મારે કેટલી દાળ જોઈશે તેનો આખા ગામમાં ઢંઢેરો પીટુ કે મારે ૧૦૦કિલો દાળ જોઈશે જ નહીતર મારી આબરૂ જાય તેમ છે!
આ બધું આખું ગામ જાણી જાય તો તે શું કરે?
ભાવ વધારી મુકે...અને મારે ખરેખર ભાવને બદલે વધારાનો ભાવ ચૂકવવો પડે! તેય પછી આખા વિશ્વમાં તો મંદી-તોય વધુ ભાવની વસ્તુઓ આયાત કરાવી પડી!
શરદ્જીએ આપણી પર આ ઉપકાર કર્યો છે!
ખાંડના ભાવ તો વધવાના છે....હમણા ઘટવાની કોઈ શક્યતા નથી!
એ ભાઈ તમે...પ્રજાને કહો છો કે પછી...સંગ્રહખોરી કરનારાઓને ટીપ આપો છો?
જાગો......જાગો......
પેલી એડ. બહુ સરસ અહી લાગુ પડે છે...
ઇલેકશન કે વક્ત યાદી આપ વોટ નહિ કર રહે હૈ તો આપ સો રહે હૈ!
ક્યાં સુધી આપણા માથે શરદ પાવર જેવા નેતાઓ મારવામાં આવશે?
હજુય તક છે...ચુપ ચાપ બજારમાંથી ખરીદી કરાય અને દેશની Distribution વ્યવસ્થાને મજબૂત બનાવાય..
શક્ય બધું જ છે..
.જો બે વર્ષ પહેલા ખાંડની નિકાસ કરતા ભારત દેશને આયાત( તેય પાછી..બે ઘણા ભાવથી!) કરતો બનાવવાની તાકાત છે આપણા તંત્રમાં!
તો હલ પણ છે આપણ તંત્ર પાસે!1 comments:

shirish m dave said...

If there is a will there is a way.
But Sharad Pawar and Congress are least bothered for the inflation.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments