પોસ્ટ -૧૦૯, વિવેકાનંદ!

"જીવન ન્યોચ્છાવર કરવું"
-સાંભળવા અને બોલવામાં સાદો,નાનકડો શબ્દ સમૂહ લાગે છે. પણ તે રીતે સમર્પણ ઘણું અઘરું હોય છે.
દેશની સરહદ પર જીવ આપી શહીદ થવું તે તો બલીદાનની પરાકાષ્ઠા છે જ!
પણ તેનાથીય દુષ્કર છે....જીવનભર સેવાકાર્યમાં ઘસાવું!
આજે વિવેકાનંદ જયંતિ છે...લોકો તેમને શિકાગોમાં આપેલા પ્રવચનથી ઓળખી...તે પ્રવચનથી તોલ માપ કરી તેમના વિષે કહે છે!
તેઓએ કરેલું ભારત ભ્રમણ-જ્ઞાન પ્રસાર-પ્રજા જાગૃતિ-ધર્મ વિશેના ખોટા પ્રવતી રહેલા ખ્યાલો દૂર કરવાના પ્રયત્નો-હું હિંદુ છું-આ હિન્દુસ્તાન છે!- જેવા વિચારોના ઉત્થાન માટેના પ્રયત્નો (હા! હું એને પ્રયત્ન જ કહીશ કેમ? કા.કે હજુ તેમ થયું નથી.)
હાલના યુગમાં જો દેશને એક તાંતણે બાંધી રાખવો હશે તો બધા ધર્મના લોકોએ સ્વામી વિવેકાનંદ ને સમજવા પડશે!
આ માન્યતા નહિ પણ વિશ્વાસ છે!
તેમને આપેલા પ્રવચનને  ફરી વાંચવું છે તો...
આ પાના પર જાઓ-
http://gitanshpatel.blogspot.in/2009/02/my-and-all-of-us-favourite-vivekanand.html


અને હા ...આ આપણા બ્લોગ ની ૧૦૯મિ પોસ્ટછે!
મારી આ યાત્રામાં મને પ્રોત્સાહિત કરનાર સૌનો આ તબક્કે આભાર માનું છું અને હવે પછી..મારી લેખન યાત્રા માટે મોટેરાઓના આશિષ અને મિત્રોની શુભેચ્છા ઈચ્છું છું!
મળશે?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments