ચોમાસાની ઘૂસણખોરી!!

આજે સવારે જાગીને જોયું તો ક્યાંક..વાતાવરણ બદલાયેલું તો જણાતું હતું..પણ નાહીને બાથરૂમમાંથી બહાર આવ્યો તો જોયું કે શિયાળાની હદમાં ચોમાસે ઘૂસણખોરી કરી!!
મંદિર જતા પહેલા - તો ભાઈ સાહેબ ચોમાસાએ..ચોથા ધોરણના લુચ્ચા વરસાદને મોકલી દીધો...પ્રોક્ષી વોર્ છોડીને હવે તો ચોમાસે રીતસરની..અંચાઈ કરી દીધી!
બિચારો શિયાળો કરે શું?
તે ઘણીવાર ચોમાસાના વરસાદનો લાભ લઇ લોકોને ચોમાસે થથરાવે જ છેને!
મને લાગે છે ઋતુઓ પણ...
માણસની જેમ પોતાની હદ વધારવાની કોશિશમાં છે!

1 comments:

Solanki Vanraj said...

માણસો એ ઋતુઓ સાથે છેડછાળ કરી ............હવે ઋતુઓ એ માણસો સાથે છેડછાળ કરી !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

થઈ ગયો ને હિસાબ બરાબર !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments