પ્રકૃતિ મારા ઘરે!

૧૧મિ એપ્રિલ, ૨૦૦૯

પાંચ વાગ્યે ફોન મળ્યો- મારે ઘેર સ્વયં પ્રકૃતિ પધારી!(મારા ભાઈને ત્યાં દીકરીનો જન્મ)
ખુશ છું-
એ બહુ નાનો શબ્દ સમૂહ છે-મારી લાગણીને પ્રદર્શિત કરવા માટે!
માણસને જીવવા લાગણી જોઈએ-નિસ્વાર્થ-જેને કશું નથી જોઈતું તમારી પાસેથી –તોય તમને ચાહે-
“ દીકરી”
એક એવું સ્વરૂપ છે!

૧૨મી એપ્રિલ
સવારે મંદિર અને પછી ગોધરા!
પહેલી વાર જોઈ મારી પરી “તિલ્લી”- તેજસ્વિની!અદભુત
આહલાદક
પ્રેરણાદાયી
ઈશ્વરી શ્રદ્ધા વધારનારી
હજુ, ભગવાન માનવ પક્ષે છે!-એટલે તે તેમના આશીર્વાદ આ રીતે મોકલતો રહે છે.

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments