અવતાર - Avatar the movie!
અવતાર(AVATAR -the movie)
એક થીએટરમાં જોવાની મૂવી!
 • શું તમને વૈજ્ઞાનિક ઘટનાઓમાં રસ છે?
 • અવનવી ટેકનોલોજી જે હજુ શક્ય નહિ બની  પણ તમને તેના વિષે ની ફેન્ટસી ગમે છે?
 • શું તમે પ્રકૃતિનું અદભુત દ્રશ્ય જોઇને અભિભૂત થઇ જાઓ છો?
 • અવનવા વ્રુક્ષોથી માંડી ને વેલા... જોવાનો તમને શોખ છે?
 • તમે  પૃથ્વી પરના પ્રાણીઓને કૈક નવા (ખતરનાક) સ્વરૂપમાં જોવાની ઈચ્છા ધરાવો છો?
 • વિડીઓ ગેમ રમતા-રમતા તમને નવા નવા સ્ટેપ આગળ વધવાનું  ગમે છે..કારણ કે તમને બેચેની છે કે હવે કેવી મુશ્કેલીઓ આવશે?
જો તમારો જવાબ  હા હોય તો "અવતાર" તમારા માટે બનાવાયેલી ફિલ્મ છે.
એક ફિલ્મની દ્રષ્ટીએ તો સ્વાભાવિક છે કે એક નીવડેલ દિગદર્શક (આ પહેલા ટાયટેનીક  ) પાસેથી આવી અપેક્ષા હોય જ!
મને ફિલ્મ ગમવાનું સૌથી મોટું કારણ હોય તો તે છે-તેમાં રહેલું ભારતીયપણું!
 • અવનવા મશીનો
 • કૈક જુદો ગ્રહ "પેન્ડોરા"
 • કૈક જુદા માણસો "નાવી"
 • ધૂની વૈજ્ઞાનિકો
 • સાહસિક "જેક"
 • અકલ્પ્ય સિનારિયો!
પણ આ બધાની વચ્ચે!
એ વાત કે આપણી આસપાસ આપણને કોઈક સંકેત આપનાર હોય છે!
પણ આપણે તેને જોઈ શકતા નથી!
-"આત્મા"-

આત્મા વ્રુક્ષ ના પ્રતિક થી જે વાત ને મૂકી છે!તે
અને મને, કેતન અને દાદાને જે કોમન રીતે જે વાત ગમી છે તે -
મનુષ્ય થી માંડી પ્રાણી- પક્ષી- વ્રુક્ષો વગેરે સાથે વાત કરવામાં જે જોડાવાની અને અહેસાસ કરવાની રીત!(હું નહિ કહું- ફિલ્મ જોજો તો તેની કોમળતા અનુભવશે!)
અંતે  ફિલ્મ કેટલીક જગ્યાએ તમને મોનોટોનશ  થતી લાગે -
તમે અનુભવો કે આતો વરુ અને માનસ વચ્ચે થતા યુદ્ધનું સંગીત જ લાગે છે-તો આંખો હટાવાતા નહિ-
કારણ-
સારી વસ્તુને કોઈની નજર ના લાગે તે માટે એટલું કાળું ટપકું જરૂરી છે!

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments