સાંભળ્યું કે?

હમણાથી ના જાણે કેમ દેશમાં કઈ ઠીક નથી લાગતું!
બધાને આજુ-બાજુની ના ચલાવી લેવા જેવી બાબતો કોઠે પાડવા લાગી છે- સુધારીને વાંચીએ તો કોઠે પડી ગઈ છે!
હમણા જ એક રિક્ષામાં બેસી ગોધરાથી ઘરે આવતો હતો...ત્યોજ એક ટ્રક કે જેમાં લાકડા ભરેલા હતા તે  સાઈડ લઇ આગળ નીકળી ...તેની પાછળ બે ફોરેસ્ટ ઓફિસર્સ એક બાઈક લઇ સડસડાટ તેનો પીછો કરતા નીકળ્યા...મને લાગ્યું તે લાકડા ચોરીના હોવા જોઈએ..થોડે આગળ  ઓફિસર્સ તે ટ્રકને રોકીને ઉભા હતા..પણ ત્યાજ એક કાર તેમની પાસે ઉભી રહે છે..બંને..જવા મર્દ લાગતા ફોરેસ્ટ  ઓફિસર્સ...કારમાં બેઠેલા કોઈક વ્યક્તિ સાથે લળી લળી ને વાતો કરવા લાગ્યા...!(લો બોલો.પત્યું!)
રિક્ષા માં  બેઠેલા સૌ પેસેન્જરની વાતો  નું બિંદુ આ ઘટના પર જવા લાગ્યું...
  • ૧૦૦-૨૦૦ ની  રોકડી થઇ જવાની!
  • શું, ૧૦૦-૨૦૦ ના છોડે..આવાય ૧૦૦૦-૨૦૦૦મા  તોડ પાડવાના!
  • કશું ય નો લ્યા, જોયુંના કેવા ધના ધન કરતા નીકળ્યા 'તા ને પસી કેવા વાતો કરવા માંડ્યા..કોક મોટા માણસના  લાકડા હશે! કશું ય ની લેવાય!
  • ડ્રાયવર: ટ્રક વારો મુરખો તે ઉભો રહ્યો...હું તો ઉપર ચડાઈ  જ દઉં!
ઐસા દેશ હૈ મેરા...હું નથી જાણતો કે તે લાકડા કાયદેસર હતા કે ગેરકાયદેસર...તેની સાથે ...તો ઠીક વાત છે પણ પ્રજા આવું વિચારે...
મુખ્યમંત્રી...ગમે તેટલા વાયદા કરે સારા વહીવટના જ્યો સુધી...પ્રજાના મનમાં ચિત્ર નાં બદલાય ત્યો સુધી શું?
સમય આવી ગયો..છે...નરેન્દ્રભાઈ(મારા પ્રિય રાજ નેતા) નો કે જયારે તેઓ..અચાનક મુલાકાતો લેવાનું શરૂ કરે...જે તે દોષિત જણાય ત્યો..પગલા લેવાય...નહીતર...બધી જગ્યાએ નમો નહિ જઈ શકે...ત્યાં  તો ફરજમાં નિષ્કાળજી બદલ સજા...તેવા સમાચાર જ પહોચશે!
સાંભળ્યું કે?

posted under , |

1 comments:

Dr. Bhaumik said...

hi dear rakesh
in this post you have shown the reality of the society and how we act to the situation without knowing the fact.
i am extreamly happy with your constant upgradation of both blog and proffession.
your new look of blog is extreemly attractive
keep on
dr bhaumik

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments