પરિવર્તન

મિત્રો,
આ બ્લોગનું આ નવું રૂપ કેવું લાગ્યું જરૂર જણાવજો!
બ્લોગને નવે થી સજાવવાનો અને તમારી આંખોને ચેન્જ આપવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે.
વળી,
નજીકના  સમયમાં મારી અંગત ડાયરીના કેટલાક જાહેર પાના (કે જેમાં મેં જાહેર ઘટનાઓ વખતે શું અનુભવ્યું હતું તે ટુકા સ્વરૂપે નોધેલ છે.)અહી મુકવાનું વિચારું છું ત્યારે આ ટેમ્પ્લેટ તમને જરૂર ગમશે.
અરે હા!
ગઈકાલે INDIA TV પર વંદે માતરમ ના ગાવાનો ફતવો જાહેર કરનાર મૌલવી  હતા- આપકી અદાલત (?) માં -
જોઈ સાંભળી વિચાર્યું  કે ન્યુઝ ચેનલ પણ શું કરે ?
અને મૌલવી તો વંદે માતરમ નો વિરોધ કરીને દેશ ભરમાં પ્રખ્યાત થઇ ગયા એ તો નફો!(કે પછી વંદે માતરમનો વિરોધ કરવા માટે આ જ તો મુખ્ય કારણ નહિ હોય?)
કારણ દેશભરના કોઈ મુસલમાન -ઈસાઈ- હિંદુ-કે કોઈ ધર્મ ના લોકોએ આ ફતવો સાચો છે તેમ ટેકો નથી જાહેર કર્યો.
( હા! એ વાત જુદી છે કે આ રીતે દેશનું અપમાન ના થવું જોઈએ તેવું પણ કોઈકે નથી કહ્યું)
મને લાગે છે કે 
રાષ્ટ્ર ના અપમાનને એક વખત જીરવી લેવાથી તો ધીમે ધીમે રાષ્ટ્ર પ્રત્યે નો અહોભાવ સામાન્ય પ્રજામાંથી ઓગળતો જશે.
(કેટલાક વળી એમ મને કે એક ગીત ગવાય તોય શું ને નાં ગવાય તોય શું?

ઉકેલ?
રાષ્ટ્રગીત સપ્તાહ
વંદે માતરમ સપ્તાહ જેવા જાહેર જીવન માં પ્રમાણિક પ્રયાસો શરૂ થવા જોઈએ...
જોઈએ........

posted under , , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments