3 ઇડીયટ- આજે આવશે નવું ગીત!
આમિર ખાન પરફેકશનનો પૂરેપૂરો આગ્રહી મનાય છે અને આ વાતનો વધુ એક પુરાવો થ્રી ઈડિયટ્સના એક માત્ર રોમેન્ટિક સોંગના ચિત્રિકરણ વખતે મળ્યો હતો. કરિના અને આમિર પર ફિલ્માવાયેલા ચાર મિનિટ બાર સેકન્ડના ઝૂબી ડૂ શબ્દો ધરાવતા ગીતમાં આ બન્ને જુદાં જુદાં ચાર લૂકમાં જોવા મળશે.

બોસ્કોએ કોરિયોગ્રાફ કરેલા આ ગીતના શૂટિંગ માટે આઠ દિવસ લાગ્યા હતા. પરદા પર કરિના સાથેની કેમેસ્ટ્રી રોચક લાગે એ માટે આમિરે પોતાનું વજન ઘટાડયું હતું તો કરિનાએ પણ સારી એવી મહેનત લીધેલી.

થ્રી ઈડિયટ્સની કાગડોળે વાટ જોવાઈ રહી છે. ફિલ્મમાં એક માત્ર રોમેન્ટિક ગીત છે જે આમિર-કરિના પર ફિલ્માવાયું છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ આ ગીતમાં રાજ કપૂર-નરગિસના અમર ગીત પ્યાર હુઆ ઈકરાર હુઆને અંજલિ આપતો પોઝ પણ રાખ્યો છે. જૉકે એ સિવાય પણ આ બન્ને જણ આ ગીતમાં અન્ય ત્રણ લૂકમાં જૉવા મળશે.

બોસ્કોએ કોરિયોગ્રાફ કરેલા આ ગીતના ચિત્રિકરણ પાછળ આઠ દિવસ ખર્ચવામાં આવ્યા હતા. ગુરુવારે (૧૨ નવેમ્બર) આમિર ખાન, કરિના કપૂર અને રાજ કપૂર હિરાણી આ ગીત મિડિયા સમક્ષ મૂકશે.
-દિવ્યભાસ્કરposted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments