હિંમત હૈ તો ક્રોસ કર, વર્ના બરદાસ્ત કર

થોડા દિવસ પહેલા છાપામાં એક લીટી વાચી,
" હિંમત હૈ તો ક્રોસ કર, વર્ના બરદાસ્ત કર"

આમ તો એ લીટી એક રિક્ષા વાળા એ  રિક્ષા ની પાછળ લખાવી હતી. મને બહુ ગમી-
જીંદગીમાં ઉતારવા જેવું આ સુત્ર છે. આ નવા વર્ષનો આ મંત્ર હોઈ શકે!
આપને બધા આપણી શક્તિઓ - મર્યાદાઓ ને જાણતા નથી.
એનાથી દરેક સમસ્યાનો સામનો કરવામાં આપની દશા -" ત્રિશંકુ" જેવી થઇ જાય છે!

 તમારામાં શક્તિ-સાહસ-હિંમત છે? તો ઓળંગીને નીકળી જાઓ-
એવું નથી કરી શકતા તો-
ખાલી બૂમો ના પાડો-
બેબાળકા  ના થાઓ-
ચિંતા નથી કરો-
લોહી ઉકાળા નથી કરો-
સત્ય સ્વીકારો કે-
હા! આમ નથી કરી શકતો અને જ્યાં સુધી તે માટેની પૂરી શક્તિ - હિંમત મારી પાસે નથી ત્યાં સુધી આ પરિસ્થિતિને શાંત ચિત્તે સહન કરીશ.

ફાયદો?

જેટલું તમારું મન શાંત રાખી શકશો તેટલી ઝડપથી તમે શક્તિ સંચય કરી શકશો.
  પોતાની મર્યાદાઓ-ક્ષમતાઓને ઓળખ્યા વિના જ સમસ્યાઓ સામે હાકોટા કરવાથી એવું પણ બને કે તમે જ્યાં સફળ થવાના હો! ત્યાં પણ નિષ્ફળતા મળે!
  અને એવી  નિષ્ફળતા બીજી, ત્રીજી...નિષ્ફળતાઓને નોતરે..કે આવો અહી.આ પોતે જાગતો નથી! નિષ્ફળતાના આ વિષચક્રને અટકાવવાનો એક માત્ર ઉપાય છે--
  પહેલા થોડી મિનીટ પોતાની જાતને આપો-તે સમજી લે કે શું કરવું છે?
ક્રોસ કે બરદાસ્ત?
   આ વિચાર સાથે હવે પછી જિંદગીની આવનારી સમસ્યાઓ અથવા પરિસ્થિતિઓ ને  ઓળખાજો- મજા આવશે!

"કાચનો ગ્લાસ તૂટી ગયો-
તોડનારને લડો કે બૂમો  પાડો- કોઈ જ ફાયદો નથી!
કારણ નવો ગ્લાસ તૂટી ગયો છે - તે સત્ય છે તે તમે જોડી શકવાના નથી. તે પણ સત્ય છે!
તો?
હવે તમારી નજર જે ગ્લાસ નથી  તૂટ્યા તે તરફ હોવી જોઈએ.
ગ્લાસ તોડનારને શાંત અને દ્રઢ શબ્દોમાં વધુ સારી રીતે સમજાવી શકાય ક તે બચેલા ગ્લાસ તમારા માટે કેટલા મહત્વના છે!"
so,
તમારી જાત બેબાકળી બને તો તેને કહેજો
cool down
"If you can -do it
otherwise
Bear it"નુતન વર્ષે નુતન વિચારો મુબારક

posted under , |

2 comments:

vishal makwana said...

Nice one...
Philosohy thi mandi tlm sudhi badhu j aapna magaj ma j hoy chhe.

Rajendra Joshi said...

gamyu ho bhai.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments