જગતજનની માઁ શક્તિનીનું પ્રથમ રૂપ

મહાકાળી

દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. મહાભાગવત મુજબ મહાકાળી જ મુખ્ય છે અને તેમના જ ઉગ્ર અને સૌમ્ય બે રૂપોમાં અનેક રૂપો ધારણ કરવાવાળી દસ મહાવિદ્યાઓ છે. વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.

એવું લાગે છે કે મહાકાળની પ્રિયતમ મહાકાળી જ પોતાના દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓના નામથી વિખ્યાત થઈ. બૃહન્નીલતંત્રમાં કહેવાયુ છે કે રક્ત અને કૃષ્ણભેદથી મહાકાળી જ બે રૂપોમાં અધિષ્ઠિત છે. કૃષ્ણાનું નામ 'દક્ષિણા' અને રક્તવર્ણાનું નામ 'સુંદરી' છે.

મહાકાળી પુરાણમાં કથા છે કે એક વાર હિમાલય પર સ્થિત મતંગ મુનિના આશ્રમમાં જઈને દેવતાઓએ મહામાયા ની સ્તુતિ કરી. સ્તુતિ થી પ્રસન્ન થઈને મતંગ-વનિતાના રૂપમાં ભગવતીએ દેવતાઓ ને દર્શન આપ્યુ અને પૂછ્યું કે તમે કોણી સ્તુતિ કરો છો. એ જ સમયે દેવીના શરીરમાંથી કાળા પર્વત જેવા રંગવાળી એક બીજી દિવ્ય નારી પ્રકટ થઈ. તે મહાતેજસ્વીની એ પોતે જ દેવતાઓ તરફથી ઉત્તર આપતા કહ્યુ ' આ લોકો મારું જ સ્તવન કરી રહ્યાં છે. કાજળની જેમ કાળી હતી તેથી તેમનું નામ મહાકાળી પડ્યુ.

દુર્ગાસપ્તશતીના મુજબ એક વાર શુભ-નિશુભના અત્યાચારથી વ્યથિત થઈને દેવતાઓએ હિમાલય પર જઈને દેવી સૂક્તને દેવીની સ્તુતિ કરી. ત્યારે ગૌરીના શરીરમાંથી કૌશિકીનું પ્રાકટ્ય થયુ. કૌશિકીએ અલગ થતાં જ અંબા પાર્વતીંનું રૂપ કાળુ થઈ ગયું. જે કાળીના નામે પ્રસિધ્ધ થયું. કાળીને નીલરૂપા હોવાથી તારા પણ કહે છે. નારદ-પાંચરાત્રના મુજબ એક વાર કાળીના મનમાં આવ્યું કે ફરી ગૌરી થઈ જવું આથી તે અંતર્ધાન થઈ ગયા.

શિવજીએ નારદજીને તેમનું ઠેકાણુ પૂછ્યું તો નારદજીએ કહ્યું કે સુમેરુના ઉત્તરમાં દેવી પ્રત્યક્ષ હાજર છે. શિવજીની પ્રેરણાથી નારદજી ત્યાં ગયા અને તેમને શિવજી જોડે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ સાંભળી દેવી ક્રોધિત થઈ ગયા અને તેમના શરીરમાંથી અન્ય ષોડશી વિગ્રહ પ્રગટ થયો. જેનાથી ત્રિપુરભૈરવીનું પ્રાકટ્ય થયુ.

મહાકાળીની ઉપાસનામાં સંપ્રદાયગત ભેદ છે. પહેલા બે રૂપોમાં તેમની ઉપાસનાનું પ્રચલન હતુ. ભવ-બંધન-મોચનમાં મહાકાળીની ઉપાસના સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. શક્તિ સાધનાના બે પીઠોમાં મહાકાળીની ઉપાસના શ્યામ પીઠ પર કરવા યોગ્ય છે. ભક્તિમાર્ગમાં તો કોઈપણ રૂપમાં તે મહામાયાની ઉપાસના કરવી ફળ આપનારી છે. પણ સિધ્ધિ માટે તેમની ઉપાસના વીરભાવથી કરવામાં આવે છે.

સાધના વડે જ્યારે અહંતા, મમતા અને ભેટ બુધ્ધિનો નાશ થઈને સાધકમાં પૂર્ણ શિશુત્વનો ઉદય થાય છે.
ત્યારે મહાકાળીનો શ્રીવિગ્રહ સાધક ને સામે પ્રત્યક્ષ થાય છે. તેમની છબી અવર્ણનીય છે.
શરણાગતિ દ્રારા તેમની કૃપા કોઈને પણ મળી શકે છે. મૂર્તી, મંત્ર અથવા ગુરૂ દ્રારા કોઈપણ આધાર પર ભક્તિભાવથી મંત્ર-જપ, પૂજા, હવન અને પુરશ્ચરણ કરવાથી મહાકાળી પ્રસન્ન થઈ જાય છે.

મંત્ર

ૐ ક્રીં ક્રીં ક્રીં હૂં હીં દક્ષિણ કાલિકે ક્રીં ક્રીં ક્રીં હૂં હૂ હીં હીં સ્વાહા.....


-વેબદુનિયા

posted under , , , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments