मोदी का जादू કે પછી..?सप्रेम મિડીઆને!


ગુજરાત વિધાનસભાની સાત બેઠકો માટે ૧૦ સપ્ટેમ્બરે યોજાયેલી પ્રતિષ્ઠાભરી પેટા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને પાંચ અને કોંગ્રેસને બે જ બેઠકો મળી છે. આશ્ચર્યજનક રીતે અત્યાર સુધી કોંગ્રેસના તાબામાં રહેલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો આંચકી લેવામાં ભાજપને સફળતા મળી છે જ્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી કોડીનાર આંચકી લઇને ધોરાજી બેઠક જાળવી રાખી છે. ભાજપે બે દશક બાદ કોંગ્રેસ પાસેથી જસદણ તેમજ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક આંચકી લઇને કોંગ્રેસના પરિવારવાદને સજ્જડ ફટકો માર્યો છે.
હવે પક્ષ મુજબ સંખ્યા નીચે મુજબ થઇ ગઈ છે:
ભાજપ-૧૨૧
કોંગ્રેસ-૫૫
NCP- ૩
JDU-૧
અપક્ષ-૨
કુલ-૧૮૨

આ બધામાં મોદીએ શું કર્યું?
સામાન્ય સરેરાશ ગુજરાતી સિવાય આનો કોઈ સાચો જવાબ નહિ આપી શકે!
કારણકે મોદીના આવ્યા પછી...સરકારી કર્મચારી દોડ્યા..દોડે છે!
અધિકારીઓ પણ હવે બિલકુલ આરામ ફરમાવી શકતા નથી.(પહેલાની સરખામણીએ)
આ બધું...એક કહેવાતા બૌદ્ધિક લોકોને નથી દેખાતું...!!!!
કારણ મજા જે સામાન્ય માણસ જોઈ શકે તે વાતની ચર્ચા કરવામાં નથી, ચર્ચા તો તેવી થવી જોઈએ કે જેથી સરેરાશ માણસ તમારી વાત સાભળીને...અંજાઈ જાય!

૧૦૮ ની સુંદર સેવાની વાત કરવાથી કોણે ફાયદો?

જે શિક્ષદિન્ લોકો ભૂલી ગયેલા તે દિવસની ઉજવણી ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી યાદ કરી સમય ફાળવી બાળકો સાથે ૪ કલાક ગુજારે -તે વાત કરી શું ફાયદો?
જેને ગામડા ગામમાં કુતરી વિયાય ત્યારે શીરો બનાવાય ને ખવરાવાય તેની જાણ હોય તે મુખ્યમંત્રી...રાજ્યને વધુ ઓળખે છે!-એમ કહેવાથી શું ફાયદો?
ફાયદો છે....
ઇશરત જહા નામની વ્યક્તિનું Encounter થાય તેને માટે ગુજરાતની પ્રજાએ ચુટેલો મુખ્યમંત્રી જવાબદાર છે!-તેની ચર્ચામાં...
ગુજરાતમાં ગરબડ છે! તેની ચર્ચામાં!
કેમ?
કેમ વળી શું?

વધુ બુદ્ધિવાળા કહેડાવવું હોય તો પુની ડોશીનો પુનીયો ૧૦૮ ની સેવાના કારણે બચી ગયો તેની નહિ પણ પોલીસ કોઈ ગુનેગાર ને મારે અને તે પછી.....તે માટે ગુજરાતમાં ચાલતી ગરબડ (??????)જવાબદાર છે...તે સાબિત કરવામાં ચર્ચાઓ ચલાવવામાં છે!

જો ખાતરી ના થતી હોય તો તમાંગ નો રીપોર્ટ આવ્યો તે રાત્રે મિડીઆનું કવરેજ અને ગુજરાતમાં ૭ માંથી ૫ બેઠકો ભાજપે જીતી તે રાત્રિનું કવરેજની સરખામણી કરી જોજો!
એક ધારણા એમ પણ બાંધજો કે કદાચ આ સીટો ઓછી આવી હોત તો??
મોદીને લાગી ઇશરતની હાય...વગેરે...વગેરે.....
પણ આ બધાને અંતે શું?
જાગો ને જગાડો...
ભાજપમાં હોય કે કાન્ગ્રેશ ગુજરાત વિરોધી .... વાત થાય ત્યારે ગુજરાતી તરીકે જરા ...ગરવા બની...નિર્ણય લો....

જય જય ગરવી ગુજરાત!!!!!!!!!

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments