કુતરું છે! ગુજરાત ગરબડિયું છે!

થોડાક દિવસોથી છાપું પકડીએ અને દારૂ દારૂ જ વંચાય છે!
આમ તો લઠ્ઠાકાંડ થયો તેને બીજે દિવસે મને ખબર પડી કે કોન્ગ્રેસ આપના શૂરવીર દારૂ પીનારાઓને ફક્ત દસ લાખ જેવી નાની રકમ આપવા માંગે છે!
અરે ભાઈ ન સમજ્યા! આટલા વર્ષો જેમને દારૂ પીધો તેમને કેટલા બુટલેગરો અને ખાખી યુનિફોર્મ વાળા અધિકૃત બુટલેગરોના ઘરો ના ચૂલા સળગાવ્યા હશે!

તો આવા આપના સમાજસેવકોને તો આટલી રકમ ઓછી કહેવાય!

ખેલ તો પછી શરૂ થયો!

શ્રી વિજય માંલ્યાજી એ પ્રમાણપત્ર આપ્યું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો કારણકે ગુજરાતમાં દારૂબંધી છે!
દારૂની છુટ્ટી આપી દો! વાહ! What an Idea sirji! યે હુઈ ના બાત!
ખૂન કરનારને ફાંસીની સજા છે પણ તોય ખૂન થાય છે તો ફાંસીની સજા જ હટાવી લો!
એવું નથી કે જ્યો દારૂબંધી છે એવા ગુજરાતમાં જ લઠ્ઠાકાંડ થાય છે!
દેસી દારૂ એક એવો સસ્તો દારૂ છે કે જે તેના સસ્તાપના ને લીધે આખા દેશમાં વ્યાપક રીતે ફેલાયલો છે.
અને લઠ્ઠાકાંડ તો બધે થાય છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કોલકતામાં, મેમાં દિલ્હીમાં લઠ્ઠાકાંડ થયા હતા. બેમાંથી એકેય રાજ્યમાં દારૂબંધી નથી છતાં થયા હતા. પાછલા વર્ષે વિજય માલ્યા જ્યાં રહે છે, જ્યાં તેનું હેડક્વાટર છે, જ્યાં એની ડિસ્ટીલરી છે અને દારૂબંધી નથી, એ કર્ણાટકમાં લઠ્ઠાકાંડમાં ૧૬૮ લોકો મરી ગયા હતા.......અને માલ્યા ગુજરાતને શિખામણ આપવા નીકળ્યા છે.
આપો શિખામણ આપો!
જેથી આ ગુજરાત ની પ્રજાને બુદ્ધિ આવે કે વિજયભાઈનો દારૂ પીવાય; દેસી મારી ને સુઈ ના જવાય
(O.K વિજયભાઈ હવે ખુશ )

અને હવે આપના નવરા વિરોધ પક્ષને મળી આવ્યું એક કામ...
રાત દિવસ,
સવાર સાંજ,
લો લઠ્ઠાકાંડ નું નામ!
બસ પર પથ્થરમારો કરો કારણકે...
અરે તમને નથી ખબર !
લો ભાઈ, આજ બસોમાં દેસી દારૂની હેરફેર થતી તે તમને બસમાં રોજ જતા હો એટલે ના ખબર પડે તે તો કોન્ગ્રેસી જેવા બુદ્ધિશાળી મનુષ્યોને જ ખબર પડે!
આ મહાન મનુષ્યો લઠ્ઠો પીધેલ ગરીબોના ઘરવાળાઓને દવા લાવવામાં મદદરૂપ નથી થઈ શકતા?
કયા કોંગ્રેસી ધારાસભ્યે ક્યારેય પોલીસ સ્ટેશનની સામે અડ્ડા બંધ કરાવવા ઉપવાસ આદર્યા છે, એ તો કહો?

સરકારની ખામીઓ છે પણ તે સુધારવાની કોના માટે છે?
તમારા ફાયદા માટે નહિ. ફરી કોઈકનો બાપ લઠ્ઠો પી ના સુઈ જાય એ માટે!

સરકારે શીખ લેવાની કે જ્યો સુધી પોલીસ પટેલની કમ્મરનો પટ્ટો ગાળા સુધી નહિ દુખે ત્યો સુધી હવે પછી બીજા બે મહીને કે ત્રણ મહીને
દેસી દારૂ બનવાનો
- વેચવાનો
- પીવાવાનો
- કોઈક દિવસે ફરી લઠ્ઠો બનવાનો
- ને લઠ્ઠો પી કેટલાક રાત ને બદલે જિંદગીભર સુઈ જવાના!

પાછા આ બધા ઠગ ભેગા થઇ ગુજરાત સામે પેલી વાર્તા માં જેમ ભોળા બ્રામણને ભરમાવા બકરાને કૂતરો કહે છે તેમ બધા બૂમો પડશે
ગુજરાત ગરબડિયું....ગુજરાત ગરબડિયું....
તો શું કરીશું?
અહીં નીચે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી આપેલું વક્તવ્ય છે વાંચીએ...યોગ્ય લાગે તો ઠીક નહિ તો આપણે ય બૂમો પાડવા લાગીએ કે કુતરું છે ....ગુજરાત ગરબડિયું....ગુજરાત ગરબડિયું....કુતરું છે

મુખ્યમંત્રીશ્રીની ગુજરાતની પ્રજાજોગ અપીલ


અમદાવાદમાં તાજેતરમાં જે કમનસિબ દુર્ઘટના સર્જાઇ છે તેના કારણે ગુજરાતને મોટો આંચકો લાગ્યો છે અને વ્યકિતગત રીતે હું પણ અત્યંત પીડા અનુભવું છું.

આ કમનસિબ ઘટના અંગે એક નાગરિક તરીકે રોષ હોય તે સ્વાભાવિક છે અને આ આફતનો ભોગ બનેલા પ્રત્યે મારી પૂરી સંવેદના છે. મૃત્યુ પામેલાના પરિવારોને હું સાંત્વના પાઠવું છું.

હું ગુજરાતના નાગરિકોને પૂરો વિશ્વાસ આપું છું કે આ રોગના મૂળ સુધી જઇને, તેના કસૂરવાર ગૂનેગારોને ન કલ્પી શકાય એવી સજા અપાવવા આ સરકાર કટીબદ્ધ છે અને એને માટે કોઇ કચાશ રખાશે નહીં. પણ એનાથી અટકવું નથી કારણ કે આ બદી ગરીબોના જીવનને તબાહ કરતી રહી છે. કોના સમયમાં શું થયું અને કેમ થયું તે વાદવિવાદમાં આ સમય બરબાદ કરવો નથી.

રાજ્ય સરકારે તાત્કાલિક રીતે તપાસ કમિશન કાર્યરત કરી દીધું છે તે આ બદીમાં સત્યની શોધ તો કરશે જ પણ બદીમાંથી ગુજરાતને મૂકત કરવા માટેના લાંબાગાળાના ઉપાયોનો રસ્તો બતાવે તેવો પણ કમિશનને અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં મારી સમાજના આગેવાનો અને નાગરિકોને વિનંતી છે કે આ તપાસ કમિશન સમક્ષ તેઓ મોકળાશથી સૂચનો રજૂ કરે. ખૂબ ઝડપથી આ કમિશનનું કામ આટોપીને ગુજરાતને આ રોગમાંથી બહાર લાવવાના શકય તે તમામ સૂચનોનો અમલ કરાશે.

જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંબંધ છે ત્યાં સુધી રાજ્ય સરકારે તમામ પગલાં લીધા છે. કસૂરવાર એવા કોઇને છોડાશે નહીં.

આપત્તિનો ભોગ બનેલા અને હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા લોકોને ત્વરિત સારવાર મળી રહે અને તેમની જીંદગી બચાવવા માટેના પ્રયાસોમાં કોઇ કચાશ રાખી નથી અને આ ગરીબ અસરગ્રસ્તોને શકય તે રીતે બચાવી લેવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે.

આ ઘટના જેટલી કમનસિબ છે એટલી ગંભીરત્તમ છે અને ગુજરાત આજે સાર્વત્રિક પ્રગતિ કરી રહ્યું છે તેમાં ગુજરાતની શાંતિ અને સદ્દભાવનું વાતાવરણ નિર્ણાયક છે. ગુજરાતે અનેક સંકટો જોયેલા છે અને આ સંકટો સામે નાગરિકોની સૂઝબૂઝ અને શાણપણથી આપણે પાર ઉતરેલા છીએ.

પરંતુ કેટલાક રાજકીય રંગે રંગાયેલાં તત્વો મોતનો મલાજો છોડીને, રાજકીય પ્રવૃત્તિઓ કરીને સમાજજીવનનું શાંત વાતાવરણ ડહોળવા અને ગુજરાતને અશાંત બનાવવાની મેલીમૂરાદ સેવી રહ્યા છે.

મારી નાગરિકોને કરબદ્ધ પ્રાર્થના છે કે, ગુજરાતની વર્ષોજૂની ઘર કરી ગયેલી આ બદીને રોકવા અસરકારક સુધારાત્મક વાતાવરણ ઉભૂં કરવું છે અને રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગુજરાતની શાંતિને ડહોળવાના પ્રયાસોને જાકારો આપશો, મોતનો મલાજો જાળવવામાં પૂરતો સાથ અને સહયોગ મળી રહેશે એવી વિનંતી કરૂં છું.FInish


તો વાંચજો વિચારજો દારૂબંધી ખોટી નથી દારૂ ની છૂટ ખોટી નથી
પણ પ્રજાનું શિક્ષન્ કરવાનો મોકો મળે ત્યારે વિધ્વ્સની પ્રવુંતીઓ કરવી ને પુતળાઓ બાળવા તે ખોટું છે!
આવજો!

posted under , , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments