Varta re varta_Chutani ni varta

*Think about this election and decide which are the parties behave like these animals in story



એક જંગલ હતું.

એમાં સાપ નોળિયા સાથે લડે, હરણ અને દીપડો આમને સામને લડે(એટલેકે દીપડો હુમલો કરે ને હરણ હવાતિયા મારે), વાધ ને સિંહ એક બીજા સાથે લડે આવી બધી લડાઈ ચાલ્યા કરે.

એક દિવસ જંગલમાં ભારે પૂર આવ્યું. દરેક પ્રાણીને લાગ્યું કે આમાં તો આપણે મરી જવાના.

જંગલમાં એક મોટું ઝાડ હતું. તેના પર ચડી જાઓ તો બચી જવાય એવું હતું.

પહેલા ઝાડ પર દીપડો ચડી ગયો. પરંતુ દીપડાને લાગ્યું કે જંગલમાં હરણ જ નહીં બચે તો પોતે પૂર પછીય કઈ રીતે જીવશે?

આથી દીપડાએ હરણ હરણીની જોડ પોતાની સાથે ઝાડ પર લઈ લીધી.

એવામાં વાધ વૃક્ષ પર ચડી આવ્યો. દીપડાએ કહ્યું કે આવો આવો...તમેય બેસો, અહીં લડીશું તો નીચે પડીશું ને બેઉ તણાઈ જઈશું. પછી સિંહ આવ્યો એને પણ વાઘ અને દીપડાએ એકઠા થઈને વેલ્કમ કર્યું.

સાપ અને નોળિયો પણ લડવાના બદલે ઝાડ પર ચડી આવ્યા અને એક એક ડાળ રોકીને બેસી ગયા. લડે તો પડે ને પૂરમાં તણાય.

નીચે પૂરના ધસમસતા પાણી વહેતા હતા ને ઉપર આ બધા એક બીજા સાથે સારી સારી વાતો કરવા લાગ્યા, ભેગા થઈને ભજન ગાવા માંડ્યા.

થોડા કલાકો વીત્યા ને પછી પૂર સમાપ્ત થયું એટલે તુરંત જ બધા પ્રાણીઓ એક બીજા સાથે નહોર મારીને ને હુંકારા કરીને લડવા લાગ્યા.

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments