My feelings....Jo....Jo....

Who is Secular?

One who says Have development for all -never think who benefits? Hindus or Muslims!- Development for all Gujratis!



One who says minorities have special rights on all the resources of this country-particularly the Muslim community.



Let's Enjoy one poem of Krushna Dave


એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો..
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો..

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો..

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો..

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ -
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

- કૃષ્ણ દવે
-----,

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments