Gujarat Sthapana dinE -ગુજરાત રાજ્ય ની સ્થાપના


Swarnim Gujarat ne olkho chho?
This is all about my gujarat.......

District # of Talukas # of villages Area (Square kilometers) Population (As of 2001)
Ahmedabad 11 551 8,707 5,808,378
Amreli 11 613 6,760 1,393,295
Anand 8 354 3,250 1,856,712
Banaskantha 13 1,246 12,703 2,502,843
Bharuch 8 717 6,527 1,370,104
Bhavnagar 11 784 9,940 2,469,264
Dahod 7 1,102 5,292.5 1,635,374
Dang 1 312 1,764 186,712
Gandhinagar 4 216 649 1,234,731
Jamnagar 10 701 14,125 1,816,029
Junagadh 14 969 10,607 2,448,427
Kheda 10 614 3,943 2,023,354
Kutch 10 905 45,652 1,526,331
Mehsana 9 622 4,501 1,837,696
Narmada 4 558 2,755 514,083
Navsari 5 370 2,209 1,229,250
Panchmahal 11 804 3,563 2,024,883
Patan 7 599 6,484 1,181,941
Porbandar 3 184 2,272 536,854
Rajkot 14 855 11,203 2,571,931
Sabarkantha 13 1,386 7,390 2,083,416
Surat 10 1,280 4,742 5,136,391
Surendranagar 10 661 10,489 1,515,147
Tapi 5 ----
3,435 719,630
Vadodara 12 1,548 7,549.5 3,639,775
Valsad 5 241 2,947 1,410,680




And now see what is the importance of Gujarat to make Strong India....

Gujarat controls some of the largest businesses in India. Major Agricultural produce of the state include cotton, groundnuts, peanuts, dates, sugar cane, milk & milk products. Industrial products include cement, and petrol.

  • 39% of India's Industrial Output
  • 10% of its Mineral Production
  • 80% of India's Salt production
  • 20% of its exports
  • 25% of its textile production
  • 40% of India's pharmaceutical products
  • 67% petrochemical production
  • Largest Sea shore, 1670 km.

From-wikipedia

Do you like more?....Ye Le.....

ભૂગોળ

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાત નુ વાતાવરણ મૉટે ભાગે શુષ્ક ,અને ઇશાન દીશા માં રણ જેવું છે.ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પહેલા નંબર નૉ લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે.


શહેરો

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા નો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.


કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનું ગીર અભયારણ્ય, ભાવનગર જીલ્લા નું વેળાવદર અભયારણ્ય, વલસાડ જીલ્લા નું વાંસદા અભયારણ્ય , અને કચ્છના અખાત સ્થીત જામનગર જીલ્લાનું સાગર અભયારણ્ય

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બારડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહેલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જીલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

મહત્વની નદીઓ


અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજયમાંનુ એક છે, તથા તેની માથાદીઠ જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરત એ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમી ના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણનું ભંગારખાનું આવેલું છે. આણંદ શહેરમાં આવેલી અમૂલ ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે.મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.


અમદાવાદમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ પોતાના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ જેટલા ગુરુકુલોનુ પણ શૈક્ષિણક ક્ષેત્રે ખુબ મોટુ યોગદાન છે.


સૌથી મોટુ



ગુજરાતના જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો/યાત્રાધામો

નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે.

  1. સોમનાથ
  2. કનકાઈ-ગીર
  3. પાલીતાણા
  4. પ્રભાસ-પાટણ
  5. ડાકોર
  6. પાવાગઢ
  7. દ્વારકા
  8. અંબાજી
  9. બહુચરાજી
  10. સાળંગપુર
  11. વડતાલ
  12. નારેશ્વર
  13. ઊત્કંઠેશ્વર
  14. સતાધાર
  15. પરબધામ, તા. ભેસાણ
  16. ચોટીલા
  17. વીરપુર
  18. તુલસીશ્યામ
  19. સપ્તેસ્વર
  20. અક્ષર ધામ, ગાંધીનગર
  21. બગદાણા
  22. ગીરનાર
  23. તરણેતર
  24. સંતરામ મંદિર, નડિયાદ

પર્યટન સ્થળો

  1. દીવ
  2. તુલસીશ્યામ
  3. દમણ
  4. સાપુતારા

વન્ય-જીવન માંટેના આરક્ષીત સ્થળો

  1. સાસણ-ગીર
  2. પોર
  3. વેળાવદર
  4. નળ સરોવર
  5. કચ્છ [કચ્છના રણમા ઘુડખર અભ્યારણ છે.]

ઔદ્યોગિક કેન્દ્રો

  1. અમદાવાદ
  2. અંકલેશ્વર
  3. ભરુચ
  4. દહેજ
  5. સુરત
  6. રાજકોટ
  7. વડોદરા
  1. વાપી
  2. જામનગર
  3. હજીરા
  4. અલંગ

પુરાતત્વીક સ્થળો

  1. લોથલ
  2. હાથબ


posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments